#Kavita by Mukesh Joshi

ક્યાંથી લાઉ….

 

ગઝલ તો અબઘડી તારા પર લખી દઉં,

પણ પછી તારા જેવા શબ્દો ક્યાંથી લાઉ.

 

બની જાય ઘણાય જંગલો વૃક્ષો તો લોકોએ એટલા વાવ્યા છે,

પણ મલકે પ્રેમના પુષ્પ એવાં છોડ ક્યાંથી લાઉ.

 

ટોળે વળે છે,લોકો ઘણા સર્કસ જોવાને માટે,

પણ સમજે વિપત સાચી જિંદગીની એવો સંત ક્યાંથી લાઉ.

 

છલકે તો છે ઘણા સમદર પાણીના જગમાં,’ઝાકળ’

પણ નીકળતું એ નાનું ઝરણું પ્રેમનું  ક્યાંથી લાઉ.

 

ગુનેગારને તમે કેદ આમ  કરી શકો ‘મુકેશ’,પણ,

સબંધ સ્નેહના બાંધી શકાય એ સાંકળ ક્યાંથી લાઉ.

 

– મુકેશ જોષી ‘ઝાકળ’

Mukesh joshi

Zakal

jr.shayar ghayal

Deesa Gujarat

Mo 9998923656

Leave a Reply

Your email address will not be published.